સંશોધન, ઉત્પાદન અને ગુણવત્તાવાળા બિયારણ ના ક્ષેત્રમાં ભારતની આગવી કૃષિ કંપની.
સત્ય સીડ્સ કંપની એ એક આગવી કૃષિ કંપની છે. જે સંશોધન, ઉત્પાદન, ઉત્પાદકતા અને બિયારણ ના માર્કેટિંગ ક્ષેત્રમાં કાર્યરત છે.
કૃષિ વિજ્ઞાન અને નવીનતાના મજબૂત આધાર સાથે અમારું ઉદ્દેશ છે કે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ ઉપજ આપતા બિયારણ ની ઉપલબ્ધતા દ્વારા સશક્ત બનાવવાનું છે.
અમારું કાર્યક્ષેત્ર આંતરિક સંશોધન અને વિકાસ, ફીલ્ડ પરીક્ષણો તથા આધુનિક બીજ પ્રક્રિયા અને પેકેજિંગ સુધી વિસ્તરે છે જેથી દરેક બીજ શ્રેષ્ઠ ગુણવત્તા અને કામગીરી માટે યોગ્ય બનાવવામાં આવે છે. અમે વિવિધ પાકો માટે શ્રેષ્ઠ બિયારણ તૈયાર કરીએ છીએ. જે ભારતના વિવિધ હવામાન ક્ષેત્રોને અનુરૂપ છે.
ખેડૂત કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે સત્ય સીડ્સ કંપની તેના સત્ય નામ ને સાર્થક કરતા ભારતના કૃષિ વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે તેમજ વિશ્વસનીય, વાતાવરણ પ્રતિરોધક અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા બીજો ખેડૂતો સુધી પહોંચાડે છે.

નવીન સંશોધિત બિયારણ તકનીકી દ્વારા કૃષિમાં ક્રાંતિ લાવવી અને ખેડૂતોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બિયારણ પૂરા પાડી તેમની આર્થિક આવક મા વધારો થાય એજ સત્ય સીડ્સ કંપની નું ધ્યેય છે.
વિશ્વસનીય, વાતાવરણ પ્રતિરોધક અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા બીજો હવે તમારા ખેતરોમાં.